ટોરન્ટો: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના કેનેડામાં ભરપેટ વખાણ થઈ રહ્યા છે. ગ્રેટર ટોરન્ટોમાં રસ્તાઓ પર મોટા મોટા પોસ્ટર લાગ્યા છે. જેમાં પીએમ મોદીનો આભાર વ્યક્ત કરાયો છે. વાત જાણે એમ છે કે ભારતે કેનેડા (Canada) ને કોરોના રસી ઉપલબ્ધ કરાવી હતી. જેના માટે થઈને કેનેડામાં પીએમ મોદીના પોસ્ટરવાળી જાહેરાતો લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાભરમાં થઈ રહ્યા છે ભારતના વખાણ
કોરોના (Corona Virus) મહામારી વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ દુનિયાભરના દેશોને રસી (Corona Vaccine) આપવાનું કામ કર્યું છે. જેને લઈને અનેક દેશોએ ભારતના વખાણ કર્યા છે. ભારતે હાલમાં જ કેનેડા ઉપરાંત નેપાળ અને બાંગ્લાદેશ સહિત અનેક દેશોને કોરોનાની રસી પહોંચાડી હતી અને કોરોના મહામારી સામે લડવામાં મદદ કરી રહ્યું છે. 


ભારતે કેનેડાને મોકલી હતી 5 લાખ રસી
અત્રે જણાવવાનું કે હાલમાં જ કેનેડાના મંત્રી અનીતા આનંદે જણાવ્યું કે ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ નિર્મિત કોવિશીલ્ડ રસીના 5 લાખ ડોઝનો પહેલો જથ્થો કેનેડા પહોંચ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે અમે ભવિષ્યના સહયોગ માટે તત્પર છીએ. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ને રસી આપવા માટે ભલામણ કરી હતી. જેન જેના પર પીએમ મોદીએ આશ્વાસન આપ્યું હતું કે કેનેડાએ કોવિડ રસીના જેટલા ડોઝ માંગ્યા છે, તેનો સપ્લાય સંપૂર્ણ રીતે સુનિશ્ચિત કરવા માટે ભારત તમામ પ્રયત્નો કરશે. 


બ્રાઝિલના રાષ્ટ્રપતિએ શેર કર્યો હતો હનુમાનજીનો ફોટો
ભારત પાસેથી કોરોના રસીના 20 લાખ ડોઝ મળ્યા બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝેર બોલસોનારોએ પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભગવાન હનુમાનની સંજીવની બૂટી લઈને જતો ફોટો શેર કરીને ટ્વીટ કરી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે હિન્દીમાં ધન્યવાદ લખીને ભારત પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. 


Meghan Markle એ બ્રિટિશ શાહી પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું મળ્યો જવાબ


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube